Sunday, 2 April 2017

Aaj Vagadavo sharnayu ne dhol | આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
શરણાયું ને ઢોલ નગારા… શરણાયું ને ઢોલ..
આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે..
સખી રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે..
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ.
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..
આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.
હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..
હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..


Aaj Vagadavo sharnayu ne dhol gujarati lyrics

Ganesh Pate Besadiya | Guj marriage Song Lyrics | ગણેશ પાટે બેસાડીયા

ગણેશ પાટે બેસાડીયા
ભલા નીપજે પકવાન
સગા સબંધી તેડાવીયે
જો પૂજ્યા  હોય મોરાર ..

જેને તે આંગણ પીમ્પળો
તેનો તે ધન્ય અવતાર
સાંજ સવાર પૂજીયે
જો પૂજ્યા  હોય મોરાર ..

જેને તે આંગણ ગાવડી
તેનો તે ધન્ય અવતાર
સાંજ સવાર દોહી વળે
જો પૂજ્યા  હોય મોરાર ..

જેને તે પેટે દીકરી
તેનો તે ધન્ય અવતાર
સૂઝ બુઝ વાપરે
જો પૂજ્યા  હોય મોરાર ..

જેને તે પેટે દીકરા
તેનો તે ધન્ય અવતાર
વહુ વારુ પાયે પડે
જો પૂજ્યા  હોય મોરાર ..






Pratham Shree Ganesh Besado | Gujarati marriage Song | પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા

પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા        
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા                      
    ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડાં ઘોડલા શણગારો                  
    ઘોડલે પિત્તળિયાં પલાણ રે મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડાં હાથીડા શણગારો                  
    હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડાં જાનીડાં શણગારો                  
    જાનડી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડાં ધોરીડાં શણગારો                  
    ધોરીડે બબ્બે રાશું રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો                  
    વેલડિયે દશ આંટા રે મારા ગણેશ દુંદાળા
વાવલિયા વાવ્યાં ને મેહુલા ધડૂક્યાં                    
    રણ રે વગડામાં રથ થંભ્યા રે મારા ગણેશ દુંદાળા

તૂટ્યાં તળાવ ને તૂટી પીંજણિયું                        
    ધોરીડે તૂટી બેવડ રાશું રે મારા ગણેશ દુંદાળા
ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ્વર                        
    તમે આવ્યે રંગ રે'શે રે મારા ગણેશ દુંદાળા

અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા                    
    અમ આવ્યે તમે લાજો રે મારા ગણેશ દુંદાળા
અમારે જોશે સવા મણનો રે લાડુ                    
    અમે આવ્યે વેવાઈ ભડકે રે મારા ગણેશ દુંદાળા

વીવા, અઘરણી ને જગવને જનોઈ                    
    પરથમ ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા

Pratham Shree Ganesh Besado | Gujarati marriage Song
ganpati Gujarati marriage Song Lyrics
Ganesh Vandana


Ganesh Dundala Marriage Song Lyrics | ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
તારી છોટી છોટી ચાલે કામણગારા રે.
મારા ગણેશ દૂંદાળા….

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે જોશી હાટે જઈએ
રાયજાદાના મુહૂર્ત પૂછવારે,
મારા ગણેશ દૂંદાળા….

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે ગાંધી હાટે જઈએ
રાયજાદાના શ્રીફાળ વસાવારે,
મારા ગણેશ દૂંદાળા….

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે માળી હાટે જઈએ
રાયજાદાના હાર ને ગજરા વસવારે,
મારા ગણેશ દૂંદાળા….




Aaj Vagadavo sharnayu ne dhol | આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ શરણાયું ને ઢોલ નગારા… શરણાયું ને ઢોલ.. આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે.. સખી રઢિયાળી રઢિયાળી કહો વા...